
પાટોત્સવ માટે ભોજન પ્રસાદ પાસ
પાટોત્સવ માટે ભોજન પ્રસાદ પાસ
શ્રી મોડેશ્વરી કાંઠા જિલ્લા મોદી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા
તા. ૧૦-૭-૨૦૨૬, શુક્રવાર સંવત ૨૦૮૨, બીજે જેઠ વદ-૧૦ ના રોજ ધામધૂમથી ભાસ્કો પાટોત્સવ ઉજવવાનો છે.
આ પાટોત્સવમાં ભોજન પ્રસાદનો બગાડ ન થાય તે હેતુથી ટ્રસ્ટની મીટિંગમાં ભોજન પ્રસાદ પાસ રાખવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે.
🔴 બપોરના ભોજન પ્રસાદ પાસની કિંમત રૂા. ૪૦ છે. જેનો સમય સવારે ૧૧-૩૦ કલાકે રહેશે. (જે લાલ કલરનો પાસ છે)
🟢 પૂર્ણાહુતિ ભોજન પ્રસાદ પાસની કિંમત રૂા. ૪૦ છે. જેનો સમય સાંજે ૬-૩૦ કલાકે રહેશે. (જે લીલા કલરનો પાસ છે)
યજમાનશ્રીને ફક્ત તેમના પૂર્ણાહુતિ ભોજન પ્રસાદ પાસ સમાજ તરફથી આપવામાં આવશે.
🟡 ભોજન પ્રસાદ પાસ દરેક વિભાગના પ્રમુખ/મંત્રી પાસેથી મળી રહેશે.
⚪ ભોજન પ્રસાદ પાસ લેવાની છેલ્લી તા. ૩-૭-૨૦૨૬, શુક્રવાર સુધી મળી રહેશે.
⚪ ત્યારબાદ ભોજન પ્રસાદ પાસ મળશે નહીં. જેની સમાજમાં સર્વેએ નોંધ લેવી.
નોંધ
ભોજન પ્રસાદ પાસ વ્યવસ્થાના ભાગરૂપે રાખેલ છે.
જ્યારે આપ ભોજન પ્રસાદ પાસ કેશ કાઉન્ટર ઉપર ભોજન માટે ફીશ લેવા આપો ત્યારે પ્રસાદના રૂપિયા કવર આપવામાં આવશે.
SHRI KANTHA JILLA MODI SAMAJ
Notice Details
Published On
26-06-2026
Published By
Parth Modi